Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

નિર્જીવ છે આ શબ્દો તોયે

નિર્જીવ છે આ શબ્દો તોયે

1 min
191


ઠોકર કોઈના એક બે શબ્દોની વાગી હશે,

ત્યારે જ આ કલમ પણ રડી હશે !

ત્યારે જ શબ્દોની કળી ફૂલ બની ખીલી હશે !


અકળાયેલા મુરઝાયેલા સપનાંઓએ જ્યારે માથું ઉચક્યું હશે,

ત્યારે ભીતર કોઈ વિચારોનો વંટોળ ઊઠ્યો હશે !

ત્યારે જ આ શબ્દો હૈયામાં લાવાની જેમ ઊઠ્યા હશે !


કોઈના કડવા શબ્દો તીરની જેમ હૈયું ઘાયલ કરી ગયા હશે,

ત્યારે વિંધાયેલ હૈયામાંથી આહ નીકળી હશે !

ત્યારે જ આ ડૂમો શબ્દ બની રડ્યો હશે !


જ્યારે કોઈની બેવફાઈ હૈયું દઝાડી ગઈ હશે,

ત્યારે ભીતરનાં ભાવ થીજી ગયા હશે !

ત્યારે પીગળતી લાગણી પણ બરફની જેમ થીજી ગઈ હશે !

ત્યારે જ આ થીજી ગયેલી પીડાને રજૂ કરવા આ શબ્દો વહી ગયા હશે !


નથી શબ્દોને જુબાન,તોયે બોલી ગયા હશે આ શબ્દો,

છે નિર્જીવ તોયે સજીવ બની ધબકી ગયા હશે શબ્દો !

એટલે જ ક્યારેક હૃદયની પીડા બની વ્યક્ત

થઈ ગયા હશે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama