Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Drama

3  

Nisha Shah

Drama

નિર્દોષ મસ્તી

નિર્દોષ મસ્તી

1 min
381


નાના મોટા ભૂલકાઓ,

પાણી જોઈ હરખાય,


એકમેક પર છોળો મારે,

આંખમીચકારી રમત રમે !


કાદવ હોય કે કીચડ હોય,

એમને ફરક ના પડે!


પાણીમાં કરે છબછબિયા,

એકમેકને કરે ગલગલિયા,


બે ત્રણ મોટા ભેગા મળી,

નાનાને કરે કનડગત,


નાનકો બિચારો મોં સંતાડી,

ડર ભગાડી મેળવે હિંમત!


ચારે બાજુ ગોળ ગોળ ફરી,

પાણી ઉડાડી હસાવે સૌને!


આ નાના દેવદૂતોની કિલકારી,

જોનારાને ભૂલાવે દુનિયાદારી,


આ નિર્દોષ મસ્તીનો ખેલ જુઓ

અને પૃથ્વી પરનાં સ્વર્ગને માણો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama