Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

નહીં આવું

નહીં આવું

1 min
378


લઈને કોઈ માંગણી, નહીં આવું હરિ તારા દ્વારે,

લઈને યાચનાઓ ઘણી, નહીં આવું હરિ તારા દ્વારે,


માનવો છે આભાર તારો માનવદેહ આપવા બદલ,

પ્રાર્થનાઓ ગણીગણી, નહીં આવું હરિ તારા દ્વારે,


ૠણી છું તારો કૃપાનિધિ, નથી ચૂકવી શકતો કદી,

લૈ આશા વૈંકુઠ તણી, નહીં આવું હરિ તારા દ્વારે,


સાવ અભણની કક્ષા મારી હરિવર તું ઓળખજે,

ડીગ્રીઓ કે ભણીગણી, નહીં આવું હરિ તારા દ્વારે,


તું જ ધ્યાન રાખી સાચવજે મને હોય જ્યાં ખરાખરી,

ભલેને વખત આવે અણી, નહીં આવું હરિ તારા દ્વારે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational