Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratiksha Pandya

Classics

4  

Pratiksha Pandya

Classics

નૈયા કિનારે મઝધાર વળોટી

નૈયા કિનારે મઝધાર વળોટી

1 min
246


પથરાયો ખારો રેતીપટ, વિશાળ સાગર તોફાને,

મોહજાળ મોજાઓની સમાય સાગર તોફાને.


પ્રભાતે શાંત સૂરજ વમળે છલકી મલકાય,

નૈયા હામથી વહે મઝધાર, સાગર તોફાને.


જીવન જાણે સાગરનો અવતાર, વહેતું જગે,

પાર કરવું બની દીવાદાંડી સંસાર સાગર તોફાને.


વાદળ ઘેરાય તોફાનોના, ઉમટે આંધી મઝધારે,

ફેલાવી શઢ મક્કમ શા, ના ફસાય સાગર તોફાને.


રંગરંગી મત્સ્ય વણઝાર, ઝગે મોતી તળિયે,

મરજીવા સરકે લ્હેરે, પામે ભંડાર સાગર તોફાને.


મગરમચ્છેય મોં ફાડે, સામનો કરી નીડરતાથી,

નૈયા કિનારે મઝધાર વળોટી પાર સાગર તોફાને.


Rate this content
Log in

Similar gujarati poem from Classics