Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel (Youtuber)

Abstract

3  

Rajeshri Patel (Youtuber)

Abstract

નાજુક દિલ

નાજુક દિલ

1 min
183


નાજુક દિલ હતું એક જે બહુ ઉછળ્યું,

થયો અહેસાસ કે જીત્યું સ્વર્ગ ધરતી પર,

નાજુક દિલે આપ્યું મન મૂકીને સર્વસ્વ,

કર્યો પ્રેમ અપાર જેની ના કોઈ સીમા,


નાજુક દિલે મેળવ્યો પણ અઢળક પ્રેમ,

આવ્યો અચાનક એક મોડ ને થયું બધું વેરાન,

નાજુક દિલ સમજી બેઠું કે ભલે ને આવે મોડ,

મોડ પણ છે તો જિંદગીનો જ એક હિસ્સો,


નાજુક દિલ ને તો પણ તૂટતાં ન લાગી વાર,

વિના કદર જાણે કોમામાં જ સરકી ગયું,

નાજુક દિલની સમયે પણ ના કરી કદર,

આજે લડાવ્યા ખુબ લાડ તો કાલે વનવાસ,


નાજુક દિલ મતલબી સંબંધોથી મર્યુ બેમોત,

સમજી ના શક્યું કે કોઈ જાકારો પણ દઈ જાય,

નાજુક દિલનું ઘવાયું સ્વાભિમાન જાણે,

વિના કદર છીનવાઈ ગયો બધો અધિકાર,


નાજુક દિલે મેળવ્યો અધિક પ્રેમ બંધબારણે,

પરંતુ, જાહેરમાં તેની સાથે કોઈ દિલ ખેલી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract