Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

મુક્તિની શોધ

મુક્તિની શોધ

1 min
299


વ્યાપી વળેલી સઘળે જીવનમાં નિરાશાઓ;

એમાંથી ઊગરી જવાનો મળે જો કોઈ આરો,

વણથંભી વણઝાર ચાલતી રહેતી નયનમાં;

પડકારો સામે લડીને જીતવાની તમન્નાઓ...!


ઊઠતાંની સાથ જોડાઈ જતી ઘટમાળો તાજી;

નીકળી પડીને સુખની ગલીઓ ફેંદી વળ્યાં હાજી,

નિર્જન કાયામાં છૂપાઈ બેઠેલા શેતાન રાજી;

દુઃખનાં સરનામાં ભૂલી ગયાની સોગાત માંગે...!


ભાનુ નિજ કિરણોની લાલિમા ભોર થઈ પાથરે;

સૌંદર્ય ભરપૂર વિખરાયા પછી ખુદને માપે,

અંતર સર્વદા પ્રસન્નતાથી મુખમુદ્રામાં રાચે;

વિટંબણાની હારમાળા ઉછળી ઢળતી કિતાબે....!


છોડી બંધન દ્વારો મુક્તિની શોધ તીવ્રતા આરે;

ચેતના ભરી જીવન નિરંતર ફરતા ચક્ર ધારે...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational