Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Romance Tragedy Others

4.6  

Nana Mohammedamin

Romance Tragedy Others

મુજ દિલને ગવારા નથી

મુજ દિલને ગવારા નથી

1 min
314


ચાલુ હું સદા મુજ બનાવેલ રાહ પર,

બીજાની રાહે ચાલુ હું !

એ મુજ દિલને ગવારા નથી.


જિંદગી ગુજારીશ મુજ નીતિ નિયમોથી,

બીજાનાં નિયમો પાળુ હું !

એ મુજ દિલને ગવારા નથી.


બદલ્યો છે સ્વભાવ તેવર તો આજે પણ એ જ,

બીજાનાં તેવરને ગાંઠુ હું !

એ મુજ દિલને ગવારા નથી.


ભલે બેરંગી શુષ્ક-વેરાન જીવન હોય મારું,

બીજાનાં રંગે રંગાવું હું !

એ મુજ દિલને ગવારા નથી.


હિંમતનો રોટલો ચાલશે પોલાશનાં પકવાન નહીં,

બીજાનાં પગ પંપાળું હું !

એ મુજ દિલને ગવારા નથી.


વેંત નમો તો હાથ નમું અકકડની તો ઐસી તૈસી,

બીજાની અકકડને સાખું હું !

એ મુજ દિલને ગવારા નથી.


જીવી જઈશ જિંદગી મારી ખાલીખમ ખિસ્સે,

બીજાની ભીખ ઝંખું હું !

એ મુજ દિલને ગવારા નથી.


નિ:સ્વાર્થ પ્રેમ સરિતા વહાવતો જઈશ મુજ માર્ગ પર,

બીજાની મોજ માણું હું !

એ મુજ દિલને ગવારા નથી.


ઘોર અંધકારમય જીવન ભલે ને હોય આ 'નાના'નું,

બીજાનાં ચિરાગ જલાવું હું !

એ મુજ દિલને ગવારા નથી.


Rate this content
Log in