Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Drama

3  

Jaya. jani. Talaja."jiya"

Drama

મૃત્યુ પામેલા પતિનો પત્ર

મૃત્યુ પામેલા પતિનો પત્ર

1 min
177


એક અજનબી આત્મા,  

અંધારામાં સળગતો રહ્યો, 

અગન,ગજબ હતી,

એના પ્રેમમાં એ તડપતો રહ્યો,


હું એના મનોરથનેે પામતો,

છતાં કરી શક્યો, કાંઈ નહીં,

સૂર્યોદય નેે સૂર્યાસ્તની વચ્ચે,

હું ઘડિયાળનાં કાંટે ફરતો રહ્યો, 


એવું ન હતું,મારે એને પ્રેમ ન હતો કરવો,

બસ,શરીર ન હતુંં,

જીવન-મૃત્યુની ઘટમાળમાં હું બદલાતો રહ્યો,


એની આંખો મારા ઇન્તજારમાં રોતી, 

મારા માતમમાં હર ખુશી એ ખોતી,

હું રોજ શ્વાસ બની,

એની ધડકનમાં ઊગતો રહ્યો, 


"હે પ્રિયે, પાગલ ન બન, પાછી ફર,"

"આવ્યા - ગયાનાં દુઃખને વલોવ્યા ન કર,"

"નિયતિનાં ચક્રને હવે તો, સ્વીકાર કર,"

તારા અશ્રુનાં દરિયામાં વમળ બની, 

હું સમજાવતો રહ્યો,


સમય થતાં, ચાલ્યો ગયો હું દુનિયામાંથી,

અરે ! પગલી ! એવું નથી, હું તારામાં નથી,

ક્ષણ, શરીર ને જીવન હોવું, 

એને મિલન માની લેવું,

થઈ અસ્ત આત્મા,

બની શીતળતા, ક્ષિતિજ પર તને મળતો રહ્યો,


પરમેશ્વરની, પરવાનગીથી, 

પત્ર લખું પ્રિયસીને હું,

"આત્મા છું,શુન્ય છું,

અદ્રશ્ય છું,તેથી થયું શું ? 

તારા પડછાયામાં, - 

તારી લગોલગ રહું છું હું,

યાતના છોડી દે,

તારા દિલને આત્મા સાથે જોડી દે,  

સુખેથી રહે તું,

આનંદ બની તારામાંથી,

નીકળોતો રહું હું,"


મારા મૃત્યુ પછી,

આક્રંદ કરતાં જોઈ તને, 

હું પત્ર બની ગયો,

હવે, રહે તું હર્ષથી એ કહેવા, 

હું શબ્દની નીકળ્યો,

ફરતી શબ્દ પર નજર તારી ને, 

અવાજ બની હું, હોઠોથી નીકળતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama