Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

4.5  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

મોકલો ને !

મોકલો ને !

1 min
252

થંભી ગયા છે શબ્દો ને આ લાગણી' ય કોરી થઈ હવે,

પ્રેમ કેરી પ્યાલી છોડી જરા વાયરે વરસાદ મોકલો ને !

પત્રો લખવાનું થયું ઘણું જૂનું ને ટપાલ ટપલી ખાય હવે,

મોબાઇલને પડતો મૂકી જરા આંખે ઇજન મોકલો ને !

તારા અને ચાંદ ઘણા મોંઘા, લાવવા કોણ બંધાય હવે,

વેણી માટે લાવું ફૂલ જરા હરખાઈને હૈયું મોકલો ને !

પ્રીતની વાતો ઉપરછલ્લી ખાલી એનાથી કોણ ધરાય હવે,

છે પ્યાસ એવું 'મળ્યા' ની કરી ગોઠવણ જરા મોકલો ને !

ખાલી ખાલી રિસાવું ને શબ્દો લખી મનાવું ક્યાં પોસાય હવે,

હાથ પકડી હસી બાથે પડી રોઈ લ્યો, પળ એવી મોકલો ને !

અડધો એકરાર ને બાકીનો સોદો કરો, છે ક્યાં એવો વેપાર ?

ખરીદવું છે બધું મારે રોકડેથી જરા બિલ એવું મોકલો ને !

ગાડી પુરપાટ દોડતી જિંદગીની, રાહ ક્યાંથી જોવાય હવે,

થોડી વાર મેઘધનુષ થઈએ એવા વાદળ જરા મોકલો ને !

થંભી ગયા છે શબ્દો ને આ લાગણી' ય કોરી થઈ હવે,

પ્રેમ કેરી પ્યાલી છોડી જરા વાયરે વરસાદ મોકલો ને !

Rate this content
Log in

Similar gujarati poem from Romance