મનમાં ગંદકી ભરી
મનમાં ગંદકી ભરી

1 min

336
મનમાં ગંદકી ભરીને, ચેહરો ચમકાવે છે,
એ થકી પોતાને સ્વચ્છ ને સુઘડ માને છે
મેકઅપ કરી, સ્પ્રે છાંટી દંભ આચરે છે,
મનમાં તો કાવાદાવાની ગંદકી ભરી છે.
ભાવના પોતાના અવગુણ દેખાતાં નથી,
બીજાનાં ગુણોની કદર કરી શકાતી નથી
ભાવે એટલું ખવાય નહીં એ જ્ઞાન નથી,
ને ક્યાં શું બોલવું એ પણ ભાન નથી.
આખો દિવસ બીજાની મજાક કરે છે,
ઘરમાં ઉપજે નહીં માટે બીજાને નડે છે