Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya

Inspirational

3  

Meenaz Vasaya

Inspirational

મને નથી આવડતું

મને નથી આવડતું

1 min
213


પાણી જેવી પારદર્શક છું,

ચહેરા પર મહોરા લગાડતા મને નથી આવડતું,

હૈયે છે એને જ હોંઠો પર લાવું છું

હાસ્યનો નકલી નકાબ પહેરતા મને નથી આવડતું,


સ્પષ્ટ વક્તા છું હું એટલે

સૌની હા માં હા મિલાવતા મને નથી આવડતું,

ફૂલ સાથે કંટકોની પણ દોસ્તી કરું છું,

મને કોઈનો અનાદર કરતા નથી આવડતું,


દુશ્મનોને પણ ગળે લગાડું છું,

દોસ્તોની સાથે પ્રપંચ કરતા મને નથી આવડતું,

શાંત દરિયો છું,

સુનામી બની તહસ નહસ કરવાનું મને નથી આવડતું,


માનવી છું ઠોકર ખાઈને પડી જાઉ છું,

નદીની જેમ સતત વહેતા મને નથી આવડતું,

જીવનની આ લડાઈમાં

પારકા પોતાનાનો ભેદ સમજતા મને નથી આવડતું,


ઈશ્વરની આસ્થા પ્રત્યેનો દીપ હૃદયમાં હંમેશા પ્રજ્જવલિત રાખું છું,

'જેવા સાથે તેવા'નું ગણિત મને નથી આવડતું,

શતરંજની રમત છે આ જિંદગી,

આડા અવળા પાસા ફેંકી જીતવાનું મને નથી આવડતું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational