Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jn Patel

Inspirational

3  

Jn Patel

Inspirational

મન થયું છે

મન થયું છે

1 min
507


આજ કાગળ અને કલમ લઈને બેસવાનું મન થયું છે,

આજ ફરી કોઈના પ્રેમમાં પડવાનું મન થયું છે.


કેટલાયે અરમાનો અમે દફનાવ્યા હશે.,

જિંદગીના સિદ્ધાંતોને સાંધવાનું મન થયું છે.


હારેલો-થાકેલો નિરસ બની જીવતો રહેલો,

ઉત્સવના ઉત્સાહ ભરી ફરી નાચવાનું મન થયું છે.


રંગોથી ભરેલી દુનિયાનો બે રંગી હું માણસ,

ગોધૂલીના પાંડુરંગે રંગાવાનું મન થયું છે.


ચાલ તને જ પ્રપોઝ કરી લઉં જગતના નાથ,

આજ ફરી તારા જ પ્રેમમાં પડવાનું મન થયું છે.



Rate this content
Log in