Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

મળે તમને

મળે તમને

1 min
386


મહોબ્બતમાં વેદના ભર્યા દર્દને બદલે ખુશી મળે તમને,

ને આંસુના દરિયાને બદલે હોઠો ઉપર હસી મળે તમને,


અલગારી ઈશ્ક તો છે એક આકરી તપસ્યા ઈશ્વર પ્રાપ્તીની,

લગે રહો, કદાચ તમારી જ ભીતર સૂતેલો ઋષિ મળે તમને,


જોમ છે જોર છે કદમોમાં,ત્યાં સુધી આ સફરને જારી રાખો,

મારી શ્રદ્ધા કહે છે કે રસ્તામાં જ મથુરા ને કાશી મળે તમને,


કિરણોનો સહારો લઈ શોધ સૂરજની કરતા વધો આગળ,

શક્ય છે કે અચાનક રસ્તામાં ચમકતો શશી મળે તમને,


ચાર દીવાલોની કેદમાંથી જરા બહાર નીકળાય તો નીકળો,

બે ચાર સોપાન ચડો ને એક હસતી અગાસી મળે તમને,


મારા "પરમ" શબ્દો સાથે એકવાર તમે વાત તો કરી જુવો,

પળમાં થઈ જાવ "પાગલ" એવી બોલતી ખામોશી મળે તમને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational