Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Abstract Others Children

3  

Manishaben Jadav

Abstract Others Children

મજાની હોળી

મજાની હોળી

1 min
169


તું લઈ લેને ગુલાલ હાથમાં ઘોળી

હું લઈ અબીલને રંગોમાં ઝબોળી

ચાલને રમીએ રંગોથી મજાની હોળી,


તું પહેરી લે પાઘડી માથે પહોળી

હું ઓઢી લઉં ચૂંદડી મોરલાવાળી

ચાલને રમીએ રંગોથી મજાની હોળી,


તારા હાથમાં લઈ મારી હથેળી

રંગોની કરીએ એકબીજા પર હોળી

ચાલને રમીએ રંગોથી મજાની હોળી,


રંગોથી ભરેલી પિચકારી ઝબોળી

તારા લાલ ગાલને રંગોથી દઉં ચોળી

ચાલને રમીએ રંગોથી મજાની હોળી,


ફાગણે આવી છે રંગોની હોળી

ખેલૈયાઓ મન મૂકીને રમે છે હોળી

ચાલને રમીએ રંગોથી મજાની હોળી,


રંગોથી ભરેલી લીધી જોને થાળી

ભીંજવી દઉં તારી ચૂંદડી ઘેરવાળી

ચાલને રમીએ રંગોથી મજાની હોળી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract