મિત્રો નો સંગાથ
મિત્રો નો સંગાથ


મિત્રો મળ્યા ને આનંદ ખીલ્યો જીવનમાં
અવસર આવ્યો આજ અપાર ખુશી હૈયામાં
સંધ્યા ખીલી ને અધરે ગીત રમ્યું લયમાં
ડૂબી ચિંતા ઓ દરિયાનાં વિખરાતા ફીણમાં
ઉજવણી 'ને મોજ માણું પળ-પળમાં
વિસરાવું દુ:ખ મિત્રોના ખિલખિલાટમાં
કરું નવા સંકલ્પ' ને વાયદા
ભરું ઊંડા વિશ્વાસ શ્વાસમાં
યાદો બધી ભેગી કરું દિલમાં
હેલી વરસાવું પ્રેમની સધળા મિત્રોમાં.