મીલનનો દિવસ
મીલનનો દિવસ
એ દિવસ હત્તો તારા ને મારા મીલનનો,
નવી ઉમંગ નવા તરંગનો.
આકાશમાં ઉમંગો હતી,
ને મનમાં ઉઠતી કેટલી એ તરંગ,
દિલના તાર જોડાયા આપણાને બંધાઈ ગઈ પતંગ.
એક નવા યુગની શરૂઆત થઇ,
આપણા પ્રેમની રજુઆત થઇ.
હું મળ્યો તને ને તું મળી મને,
મન મળી ગયું આપણું ને દઈ દીધુ દિલ મેં તને.
પ્રેમનો એક નવરંગ સર્જાયો,
આપણા જીવનનો અનેરો પ્રસંગ રચાયો.
કર્યો અપને એક મેકના પ્રેમનો એકરાર,
થઇ ગયો આપણા પવિત્ર બંધનનો કરાર.
ઉગ્યો સુરજ એક નવી ઉમંગનો,
સમય થયો આપણા લગ્ન જીવનનો.
પ્રેમ અને સહકારથી જીવ્યે એજ મારી યાચના,
મને મળતું બધું જ સુખ તને મળે એજ મારી ઈશ્વર ને પ્રાર્થના.