મિચ્છામિ દુક્કડં – મહામંત્ર
મિચ્છામિ દુક્કડં – મહામંત્ર
StoryMirror
52 Weeks Writing Challenge – Edition 7
Submission of Gujarati Poem – Poem No. 37
September 13, 2024
મિચ્છામિ દુક્કડં – મહામંત્ર
જૈન ધર્મ ક્ષમાપના નો મહામંત્ર ‘મિચ્છા મિ દુક્કડં’, સહુ માટે અભયદાન છે
ક્ષમાપના નો તહેવાર અને વ્યવહાર, જિંદગીમાં લાવે સર્વ રીતે ઉત્થાન છે
કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો ધિક્કાર, બની રહે છે આપણા માટે જ કારાવાસ
અંતઃકરણની ક્ષમાપના બની રહે, આ કારાવાસની મુક્તિનો ફરમાન છે
અંદરનો સાચો કે ખોટો ગુસ્સો, ઓગાળી નાખવાનો એક જ છે સાચો રસ્તો
ક્ષમાપના ના રસ્તે વધી જજો આગળ, હળવાફૂલ થવા
નો આ સાચું સમાધાન છે
મનોચિકિત્સક કરતા પણ, વધુ અસરકારક છે ‘મિચ્છા મિ દુક્કડં’નો આ મહામંત્ર
ભૂતકાળના દુષીતકાળ થી, મુક્ત કરીને જીવનને બનાવે આસાન છે
દેખાડી દેવાની અને બદલો લેવાની ભાવના, ધારણ કરે છે હંમેશ વિકૃતિ નું સ્વરૂપ
અપરાધી ક્ષમા માંગે કે ન માંગે, ક્ષમા આપી દેવી એ જ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે
જૈન ધર્મના અદભુત તહેવાર ક્ષમાપના નું છે સહુના જીવનમાં આગવું પ્રદાન
ક્ષમાપના અપનાવી લ્યો સાચી રીતે તો, જીવન અંદરથી બને જાજરમાન છે
ભરત ડી ઠક્કર, ‘સૌરભ’
ગાંધીધામ – કચ્છ