મહોત્સવ
મહોત્સવ


મહોત્સવને માણીએ, ઋતુને સ્વીકારીએ,
શરદના આગમને, દિવાળીની સંગે સંગે,
નવરાત્રીને દિવાળીના, ઉત્સવો મનાવીએ,
જશે વર્ષા, ધીમી ચાલે, ઠંડી જશે વધતી,
ઠંડીમાં ઠુઠવતા, તાપણે તાપી કરીએ મજા,
શૂટ બુટમાં સજીને, જ્યાં, ત્યાં ટહેલીએ,
આવી હોળી, રંગોની બોછર કરતી, કરતી,
ફરી થયા સૂરજ દાદા, ગરમને, કડપ વાળા,
પરસેવે નીતરે લોકો, એ, સી,ની મજા માણીએ,
ગોરમભાયું આકાશ, કાળા, ધોળા વાદળોથી
વીજ ચમકે, ઝરમર વરસે, અષાઢી વરસા,
ચાલોને ફરીથી, વર્ષા ની ઠંડક માણીએ,
કરીને મજા, મહોત્સવો થકી, ઋતુને જાણીએ,
સંસ્કૃતિ આપણી છે, મહોત્સવોની, પહેચાણીએ.