Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

મહિલાઓ

મહિલાઓ

1 min
202


મહિલાઓ આ સૃષ્ટિનું, સર્વશ્રેષ્ઠ બહુમાન છે

સૃષ્ટિનું ચક્કર ચાલે મહિલા થકી એવું વિધિનું વિધાન છે,

 

પુત્રી, બહેન, અર્ધાંગીની, દાદી, નાની કે હોય ગમે તે પાત્ર હોય મહિલાઓનું

દરેકે દરેક પાત્રને ન્યાય આપવાનું મહિલાઓ વરદાન છે,

 

ગમે તેવા જોક્સ બનાવાતા હોય, ભલેને મહિલા ઉપર આ સૃષ્ટિમાં

પણ છે બધાને અનુભવ, દરેક સમસ્યાનું મહિલા આપી શકે સમાધાન છે,

 

મહિલા સશક્તિકરણનું, મહત્વ છે એની જગ્યાએ

બાકી, કુદરતી રીતે જ મહિલાઓ સર્વ શક્તિમાન છે,

 

પુત્રી બનીને ભલે અવતરી હોય મહિલા

વૃદ્ધ થતા મા-બાપ માટે એ બની રહે મા સમાન છે,

 

પુત્ર મોહમાં કોખને કબર બનાવતા લોકો ભૂલી ગયા ભાન છે

મહિલાઓની કમી થકી, આ સૃષ્ટિ બની રહેવાની સ્મશાન છે.


Rate this content
Log in