Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Parmar

Inspirational

3  

Vijay Parmar

Inspirational

મહેનત કરશું આજ

મહેનત કરશું આજ

1 min
146


વાવશું આજ તો લણશું કાલ,

જાત મહેનતથી કરશું ઉદ્ધાર, 

અમે મહેનત કરશું આજ, 


મહેનત થકી આગળ વધશું આજ,

આજ કરશું કામ તો ફળ પામશું કાલ,

 અમે મહેનત કરશું આજ, 


આ કંચનવર્ણ ધરતીને લીલુડી કરશું આજ,

જાત મહેનત કરી જીવન જીવશું આજ,

અમે મહેનત કરશું આજ,


નથી ઉપાય કોઈ મહેનત વિના આજ,

પરિશ્રમ એજ પારસમણિ સિદ્ધ કરશું આજ, 

અમે મહેનત કરશું આજ,


મહેનતને જીવનનો મંત્ર બનાવશું આજ,

મહેનત કરી રીઝવશું જગતનો નાથ..

અમે મહેનત કરશું આજ. 


Rate this content
Log in