Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Katariya Priyanka

Inspirational

3  

Katariya Priyanka

Inspirational

મહામૂલો માનવદેહ

મહામૂલો માનવદેહ

1 min
152


મળ્યો છે મહામૂલો આ માનવદેહ,

ખા ખા કરી, આપો ન એને છેહ,


ન ગમતાં ગુણકારી, ઘરનાં શાક રોટલા,

ઠુંસી ઠુંસી ભરતાં, પેટને જાણી પોટલાં,


સમજ્યા વિના ખાતાં ખૂબ જ ચાઉથી,

પિત્ઝા, બર્ગર, નૂડલ્સ, ચિપ્સ ને પાઉં,


ઘરનાં કામોથી રહેતા જોજનો દૂર,

ને જીમ માટે ભરતાં પૈસા ભરપૂર,


સ્વસ્થ શરીરમાં વસે છે સ્વસ્થ મન,

કોણ સમજાવે એમને વાત આ કોમન,


કસરત, સમતોલ આહારથી શરીર બનાવો ચુસ્ત,

આળસ, જંકફૂડ ને બેદરકારીથી ન બનો સુસ્ત,


નીતિ નિયમથી જીવી, શરીરનું કરો રક્ષણ,

નહીં તો પાળેલા રોગો જ કરશે તમારું ભક્ષણ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational