Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Neha

Others

4  

Neha

Others

મેં જોયાં

મેં જોયાં

1 min
13

મનના ઝરુખે આજ મેં,

યાદોનાં તોરણ ઝુલતાં જોયાં,

કોઈક, મીઠી ને કોઈક કડવી,

વાતોના ઘુંટડા ગળાતા જોયા !

ઇચ્છાને અધુરા અરમાનોને,

મેળામાં મહાલતાં મેં માણ્યાં,

કયાંક, ઢબુરાયેલી આશાઓના,

પંખી વિહરતાં જોયાં !

કોઈક, અધુરા ને કોઈક મધુરાં,

સપનાં સેવાતાં, મેં જોયાં,

ક્યાંક, નિરાશ પ્રયત્નો ને રડતાં,

ને મોં છુપાવતાં જોયાં !

વિતેલા યાદગાર સમયના ટુકડાઓ,

ભીની આંખે રોયાં,

ક્યાંક, ખુબસુરત પળની “ચાહત”માં,

મેઘધનુષી રંગ ઉઘડતાં જોયાં!

Rate this content
Log in