મેહુલા તું આવ
મેહુલા તું આવ


ચાતક તરસે ને ખેડૂત તરસે ને તરસે ધખંતી ભોમ
તાકી તાકીને આભલું ખંખોળું,
ન તડપાવ મેહુલા દોડીને આવ ભલા આવ,
તું ગાજે ને ટહુકતા મોરલા રંગે નાચે
વધાવશે લોક હૈયાંનાં મીઠડાં રે હેત
ઝીલી બાપલિયા ડુંગરિયા ડોલશે
તોફાની ઝરણાંની રેલ, દોડાવવા આવ ભલા આવ,
ફરફર ઝીલી ઝુમે રે ઝાડવાં,
સરવર મઢંત ટપટપ સંગીત
નિર્મળ નીરમાં ગગન ઝુલતું
છબછબિયાં રમાડે મન મીત,
શીતલ પવન સંગ અવની અંગ હરખે,
મેઘની આશિષ અનરાધાર
લીલુડાં સપનાની સોગાદ સાહેલી,
ઝીલીએ વરસાદી મોસમના વ્હાલ.
આવ મન મૂકીને વરસ બાપલા મેઘ,
ગમે તારા લાડલા વ્હાલ વ્હાલ આ વ્હાલ.