Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Deviben Vyas

Others

4  

Deviben Vyas

Others

મેહ

મેહ

1 min
289


પ્રેમ કેરો મેહ, વરસે છે ગગનથી આજ તો,

સ્નેહ કેરી વીજ, ચમકે છે ગગનથી આજ તો,


થઈ નવોઢા સમ ધરા, લીલમ ધરી છે ચૂંદડી,

નેહ કેરા સાદ, ગરજે છે ગગનથી આજ તો,


મોર, દાદુર ને પપીહા, બોલતાં બોલી મધુર,

ભાવ કેરો નાદ, સરજે છે ગગનથી આજ તો,


ભીંજવે વાદળ ધરાને, વરસાદ થઈ ઝરમર લળી,

અંતરે આનંદ, હરખે છે ગગનથી આજ તો,


પર્ણના કલરવ મધુરા, કાનમાં ગુંજે સ-રસ,

પ્રીત કેરી ધાર, મલકે છે ગગનથી આજ તો,


શીત તન-મનમાં પ્રસારે, ગીત મીઠાં રાગમાં,

ચાહ કેરા સૂર, પ્રગટે છે ગગનથી આજ તો,


દાહ બૂઝાવી હવા સરસર જતી સ્પર્શી બદન,

વ્હાલ કેરી ગુંજ, રણકે છે ગગનથી આજ તો.


Rate this content
Log in