Heena Pandya (ખુશી)

Others


4  

Heena Pandya (ખુશી)

Others


મૌનમાં

મૌનમાં

1 min 396 1 min 396

જિંદગીથી તું કહે છે, બાદ છે,

શ્વાસમાં ભીની પડેલી યાદ છે.


સાંજ પડતાં દૂર બોલાવે મને,

સંભળાતો એક ગમતો સાદ છે.


આંખથી વાતો કરે છે આ હૃદય,

મૌનમાં પણ આપણો સંવાદ છે.


જો કરી કારીગરી છાની હવે,

જગ કહે છે તું ઘણો ઉસ્તાદ છે.


લે તરી આવું હું દરિયાઓ બધાં,

પણ હલેસાં મારવા વિખવાદ છે.


Rate this content
Originality
Flow
Language
Cover Design