મારો ઇરાદો
મારો ઇરાદો

1 min

330
મારો ઇરાદો તો હંમેશા,
સૌને મદદ કરવાનો છે,
દુ:ખીયાના દુ:ખ દુર કરી,
હમદર્દ બનવાનો છે.
સમાજના ઉત્કર્ષમાં,
મારુંં યોગદાન આપવું છે,
જનસેવાના સામુહિક યજ્ઞને,
દાદ આપવાનો છે.
કોઈના ઉષ્મા ભર્યા,
વિશાળ હદયની ઝંખના છે,
મારો ઈરાદો દિલેર યારની,
યાદ મમળાવવાનો છે.
માણસ ન કરવાના કર્મો કરી,
લોકોને દુ:ખી કરે છે,
હદયદ્રાવક કહાણીની પ્રભુ,
ફરિયાદ નોંધવાનો છે.
નેતાઓ પ્રજાની સેવાની,
ખાલી વાતો કરવાના છે,
પ્રજાજનોએ કિમિયો કાબિલે,
દાદ બતાવવાનો છે.