મારો દેશ
મારો દેશ
મારો દેશ છે રંગીલો જ્યાં રંગ મળે છે અનેરા
મારો દેશ છે ખુશહાલ જ્યાં મળે છે પ્રગતિના દ્વાર,
મારો દેશ છે સોનેરી જ્યાં મળે છે સંસ્કારની સુવાસ
મારો દેશ છે મોહક જ્યાં મળે છે મીઠાશ,
મારો દેશ છે ખંતીલો જ્યાં મળે છે ખંતની ખુમારી
મારો દેશ છે ચમકીલો જ્યાં મળે છે ચમત્કારના ચાહક,
મારો દેશ છે પવિત્ર જ્યાં વહે છે નદીઓ અપાર
મારો દેશ છે સ્મિતનો જ્યાં મળે છે સ્નેહની શરૂઆત,
મારો દેશ છે જાદુઈ જ્યાં મળે છે જીવનનો આધાર
મારે દેશ છે હોંશીલો જ્યાં મળે છે જિંદગીનો વિચાર.