મારી મા
મારી મા
1 min
168
આજે પણ મને તારી જરૂર છે મા,
હરપલ હરેક ક્ષણે તારી જરૂર મા.
જિંદગીનાં દરેક ડગલે ને પગલે મા,
હર સ્થળેને સ્થાને તારી જરૂર છે મા
મારાં હૈયામાં ને ભાવનામાં તું છે મા,
અમારી જોડે તારાં આશિર્વાદ છે મા.
આજે પણ મને તારી જરૂર મારી મા,
અમારી ખુશી, દુઃખમાં તું સાથે છે મા.
અમારાં માથે હાથ તારો હજુ છે મા,
અમને તારી જરૂર છે મારી પ્યારી મા.
હાથ ઝાલીને સાચાં માર્ગે દોર્યા તે મા,
અમારાં સુના જીવનનો ધબકાર તું મા.
અમે તારાં વગર અધૂરાં છીએ મા,
અમારી કલ્પનામાં તારી છબી છે મા.