Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jagruti Pandya

Others

4.5  

Jagruti Pandya

Others

મારી લાડલી

મારી લાડલી

1 min
451


વેણુ મારી લાડકી તું છે સ્નેહ તણી સરિતા,

કલ કલ વહેતાં ઝરણાં સમી તું એક કવિતા,


મારી આંખોની ઉજાસ મારા હૃદયનો ધબકાર

વેણુ મારું નંદનવન ને મારા જીવનનું સંગીત,


 મારાં સ્નેહવૃક્ષનું ફળ વેણુ મારી ઊર્મિઓનું ગીત,

મારા સર્જનનો સાર, વેણુ મારું તું નિત્ય સ્મરણ ઈશ,


અમ અંતરના આશિષ બેટા, રહેશે તારી સાથે

એક પ્રભુની બાદ અમારો હાથ છે તારે માથે,


ઘર આંગણે કાલે બેટા આંખ ન તુજને જોશે

હોઠો રહેશે હસતાં ને અંતર મારું રોશે,


મા બાપની ધડકન આજે સાસરિયે ચાલી જાય છે

સુખની પાછળ દુઃખની છાયા ચહેરા પર લહેરાય છે,


હંમેશા હસતી ખીલતી રહે એવાં આશિષ છે ભરપૂર

મંગલ કામનાઓ માતા પિતાની હૃદયે છે ભરપૂર.


Rate this content
Log in