મારી હતી જે ભૂલ એ જોવા મથું છું હું
મારી હતી જે ભૂલ એ જોવા મથું છું હું
1 min
14.1K
આ ભીડમાં, આ શોરમાં ખોવા મથું છું હું,
પણ એ બધામાં બસ તને જોવા મથું છું હું.
મારી હતી જે ભૂલ એ જોવા મથું છું હું,
ડૂમા બધા છૂપાવીને રોવા મથું છું હું.
કેવી હતી એ લાગણી, સંબંધ કાચનાં,
તૂટેલ હારને ફરી, પ્રોવા મથું છું હું.
માંડી રમત જો શ્વાસની તો દોડવું પડે,
બે પળ મળે નિરાંતની, સૂવા મથું છું હું.
‘પ્રજ્ઞા’ જે તારી વાતમાં હા–ના કર્યા કરે,
એ પાંગળા વિવાદને લ્હોવા મથું છું હું