Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meenaz Vasaya. "મૌસમી"

Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Others

મારે તો એવો પતિ જોઈએ

મારે તો એવો પતિ જોઈએ

1 min
275


મારે તો એવો પતિ જોઈએ,

હું કહું એમ કરે એવો પતિ જોઈએ,

હું કહું રાત તો એ રાત કહે,

હું જો કહું દિવસ તો એ દિવસ કહે,


સવારે ઉઠીને બેડ પર મને ચા આપે,

સાથે બિસ્કીટ અને છાપુ પણ આપે,

ઝાડુ પોતા વાસણમાં મદદ કરે,

રસોઈનું સઘળું કામ સંભાળે,


બાળકોનું લંચ બોક્સ એ બનાવે,

બાળકોને સ્કૂલ ટ્યુશન મૂકી ને લઈ આવે,

બાળકોને હોમ વર્ક એ કરાવે,

હર રવિવારે મોલ અને રેસ્ટોરન્ટમાં લઈ જાય,


પહેલી તારીખે પગાર મારા હાથમાં આપે,

હર મહિને મન ભરીને શોપિંગ એ કરાવે,

હર વરસે વિદેશની ટુર એ કરાવે,

હોય મારો જન્મદિવસ સરપ્રાઈઝ ગિફ્ટમાં સોનું એ આપે,


હોય જો એનીવર્સરી તો હીરાનો હાર એ અપાવે,

કોઈ આદત ના હોય,જીભ એની લાંબી ના હોય,

જાજા ભાઈબંધ દોસ્તાર નાં હોય,

મારી આંખોથી એ દુનિયાને માપે,


પાઈ પાઈનો હિસાબ આપે,

મોબાઈલમાં કોઈ પાસવર્ડ ના રાખે,

મેકઅપ માટે પૈસા આપે,


મિત્રો વચ્ચે મારી વાહ વાહી કરે,

મારા ઇશારે એ નાચે,

હું એક આંખ કાઢું ત્યાં ભાગે,

મારે તો એવો પતિ જોઈએ.


Rate this content
Log in