Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Dr. Ranjan Joshi

Inspirational Drama


3  

Dr. Ranjan Joshi

Inspirational Drama


મારા શ્વાસ એટલે મિત્રો

મારા શ્વાસ એટલે મિત્રો

1 min 486 1 min 486

સમય અને સ્થળમાં શરીર ચોમેર ભટકે છે,

મારા શ્વાસ તો મારા મિત્રોમાં ધબકે છે.


પ્રત્યેક સુખ-દુ:ખની પળો અહીં કોને કહેવી વ્હાલા,

હ્રદય જેવું ખાલી ખોખુંય જોને કણસે છે,

મારા શ્વાસ તો મારા મિત્રોમાં ધબકે છે.


ભૂકંપથી તો કચ્છની જેમ આપણે પણ ટેવાઇ ગયા,

કોઇ આંચકા વિનાય મન કેમ ઠાલું ઠાલું લથડે છે,

મારા શ્વાસ તો મારા મિત્રોમાં ધબકે છે.


સંવેદનાની આપ-લેથી દુ:ખ થોડા દૂર થવાના?

તોય જીવનના ઝંઝાવાતો કેમ સમીર થઇ શમે છે?

મારા શ્વાસ તો મારા મિત્રોમાં ધબકે છે.


હસ્તરેખામાં ભલે ટૂંકી હોય આયુષ્યરેખા,

સાક્ષાત્ યમને પણ રંજન મુદત્ત આપવી પડે છે,

કારણ મારા શ્વાસ તો મારા મિત્રોમાં ધબકે છે.


Rate this content
Log in

More gujarati poem from Dr. Ranjan Joshi

Similar gujarati poem from Inspirational