Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

NIKITA PANCHAL

Others


4  

NIKITA PANCHAL

Others


મારા પપ્પા

મારા પપ્પા

3 mins 219 3 mins 219

તારીખ: જ્યારે વાંચો ત્યારે

વિષય: તમને કંઈ કહેવું છે પપ્પા

પ્રિય પપ્પા,

પપ્પા એટલે મારા ઘરનું એવું વ્યક્તિત્વ છે

જેનાં વિના અમારું કોઈ જ અસ્તિત્વ નથી

લવ યુ માય લાઈફલાઈન

પપ્પા તમે મને કેટલો પ્રેમ કરો છો ખબર છે મને. હા એટલે જ તો મારા આંખમાં આંસુ આવે અને પીડા તમને થાય છે. મારી કોઈ પણ જીદ હોય નાની કે મોટી બધી તમે પૂરી કરો છો. અરે મારે ક્યાં ખાસ કંઈ માગવું પડે છે, તમને તો પહેલાંથી જ ખબર પડી જાય છે મારે શું જોઈએ છે અને તમે હાજર કરી દો છો.

તમે મને ક્યારેય કોઈ કામ માટે ના પાડતાં જ નથી. તમને મારી ઉપર વિશ્વાસ છે હું તમને નીચું જોવું પડે એવું કામ ક્યારેય નહીં કરું અને એ વિશ્વાસથી તમે મને ખુલ્લા આકાશમાં વિહરવા દીધી છે. રંગબેરંગી તમારા વિશ્વાસની પ્રેમની પાંખો આપીને.

મારા હ્રદયમાં જે ધબકાર છે એ આપના થકી છે. પપ્પા મારા દરેક નિર્ણયમાં મારો સાથ આપવા માટે અને જ્યાં મને જરૂર પડી ત્યાં દિશા બતાવવા માટે અને હા જ્યાં મારી ભૂલ હોય તો ખંચેરવા માટે પપ્પા ખબર નહીં મને તમારાથી ક્યારેય ડર લાગ્યો જ નથી. પણ હા જ્યાં મારા ફોનમાં તમારો ફોન આવે તો આજે પણ મિત્રો સાથે હોઉં કે ઓફિસમાં હોઉં બધુ પડતું મૂકીને સીધો કોલ રિસિવ કરું છું. તમારા એક જ વાર કહેવાથી સીધી ઘરે આવી જવું છું. હા એ ડર કહો કે પ્રેમ જે હોય એ. પણ પપ્પા જ્યારે નોક નોક તેરા બાપ આયા રીંગ ટોન વાગેને એટલે એક મુસ્કાન સાથે ત્યાં જ સજ્જડ થઈ જવું છું.

મારા જીવનનાં આદર્શ મારા હીરો તમે જ છો પપ્પા. હા ક્યારેક તમે મારા સારા માટે મારી પ્રગતિ માટે વિલન પણ બન્યા છો. પપ્પા હું તો એ વિલનને પણ બહુ ચાહું છું. અરે લાખો ચિન્ટુ આવે તમારા પ્રેમ આગળ પાણી ભરે પપ્પા. ચિન્ટુમાં મારે તમારો પડછાયો જોઈએ છે. પપ્પા ખબર નહિ મારી એ શોધ ક્યારે પૂરી થશે પણ તમારા સિવાય કોઈ એવું નથી જે મને પોતાનાથી વધુ પ્રેમ કરે.

મારી આંગળી પકડીને મને સફળતાંના રસ્તે ચલાવનાર, જ્યાં મને ઠોકર વાગી ત્યાં મારો હાથ પકડનાર, મારા હીરો મારા પપ્પા હું તમને બહુ પ્રેમ કરું છું. તમે કહો છો ને મારી દીકરી પરી નહીં સિંહણ છે તો પપ્પા તમારી સિંહણ કયારેય એવું કોઈ કામ નહીં કરે જેનાથી તમને દુઃખ થાય. હું હંમેશાં એ પ્રયત્ન કરીશ કે મારા લીધે તમે ગર્વ મહેસૂસ કરો અને એ ગર્વીલી આંખોમાં જે સાતા હશે એ દુનીયાની કોઈ પણ મિલકતમાં નહીં મળે મને પપ્પા.

હા ક્યારેક બહુ ગુસ્સો કરી દઉં છું અને તમે મને મનાવો છો અને તમારા હાથથી જમાડો પણ છો. ખબર છે પપ્પા તમારા હાથથી જમવા માટે અને પાણી પીવા માટે તો હું મહેંદી લગાવું છું. તમે ખોટો ખોટો ગુસ્સો કરો છો કે મારા માટે નથી લગાવતી જાતે જમી લે પાણી પી અને થોડી વારમાં તમે જ પૂછો નિકુ કંઈ ખાવું છે પાણી પીવું છે. પપ્પા તમારો આ પ્રેમ મને આજીવન મળે એવી શિવને પ્રાર્થના કરું છું બસ તમે મને લગ્ન કરવાની વાત ના કરો. હું કેવી રીતે તમારાથી દૂર રહી શકીશ તો રહેવા દોને લગ્નનો વિચાર કેન્સલ કરી દો અને મને કાયમ માટે તમારી પાસે રહેવા દો પપ્પા પ્લીઝ.

પપ્પા આ પત્ર મમ્મીનેના વાંચવતા નહીં તો એ એવું કહેશે પપ્પાની ચાંપલી પપ્પાને બહુ મસ્કાના માર અને ચલ કામ કર.

પપ્પા મને તમારા હ્રદયમાં સ્થાન આપવા માટે તમારી ધડકન બનાવવા માટે ખૂબ ખૂબ આભાર. આભાર શબ્દ બહુ નાનો છે પણ જે પ્રેમથી કહું છું એ મારો પ્રેમ બહુ ઊંડો છે.

લિ. તમારી નિકુ



Rate this content
Log in