મારા પિતા
મારા પિતા


વરસો પછી પણ
હાજરી તમારી વર્તાય છે
યાદ કરું ને હાથ ખભે અનુભવાય છે.
નથી રહેતી બીક કોઈ પરિસ્થિતીની
જ્યારે તસ્વીર સામે ઝૂકાય છે.
પળપળ બદલાતી ક્ષણોમાં દિલાસાના સાદ સંભળાય છે,
હાજરી વર્તાય છે.
કદાચ સંસાર પળોજણમાં કંઈક ચૂક્યો હોઈશ, પણ ભરપાઈ તમ સંસ્કારોથી બાળકોને કરાવી છે.
મારી સાથે છો તમે અને હશો,
એવી અનુભૂતિ બાળકોને
પણ કરાવી છે.
આશીર્વાદ કુટુંબ ઉપર રાખજો,
સુવાસથી આ બગીચો મહેકતો રાખજો.
તમારો સદાય ઋણી.