મારા આંગણે
મારા આંગણે
અવસર બનીને આવી તું મારા આંગણે,
માતબર બનીને આવી તું મારા આંગણે,
ટહૂકી ઊઠ્યા મનમયૂરો તવાગમન થકી,
ને શક્કર બનીને આવી તું મારા આંગણે,
થનગની રહી પ્રકૃતિ પણ તને સત્કારવા,
આધાર બનીને આવી તું મારા આંગણે,
દિલધડકન પણ ધડકી રહી તુજની કેવી !
ઉપચાર બનીને આવી તું મારા આંગણે,
વસંત પ્રગટી રહી પગલાં પડતાં જ્યાં તારાં,
એકે હજાર બનીને આવી તું મારા આંગણે,
અનહદ આનંદ વ્યાપ્યો મુજ અંતરે કેવો ને,
રખે સ્વીકાર બનીને આવી તું મારા આંગણે.