માનવદેહ મળ્યા પછી
માનવદેહ મળ્યા પછી
1 min
401
મળ્યું માનવજીવન એક અવસર બનીને,
મળ્યું માનવજીવન જાણે માતબર બનીને,
કરી શકાય કઠિન કામ પણ હૈયે હામ ધરી,
મળ્યું માનવજીવન જીવતાં અમર બનીને,
છોને પથ્થરો પણ પૂજાતા કેટકેટલાં રૂપથી,
મળ્યું માનવજીવન એવી એ સબર બનીને,
ઈશ પણ જેને સરાહે એવાં કર્મો થઈ શકે,
મળ્યું માનવજીવન એવી એક અસર બનીને,
થાય સફળ ક્વચિત પ્રયત્ને પ્રભુને પામવામાં,
મળ્યું માનવજીવન નહિંતર ચોરાસી ચક્કર બનીને,
થાય એકાદ બે કામ માનવતાનાં દેહ મળ્યા પછી,
મળ્યું માનવજીવન નહિં તો એક કસ્તર બનીને.