માણસનો ભગવાન
માણસનો ભગવાન


ભગવાને કેટલી સુંદર દુનિયા બનાવી છે !
અદભુત અજાયબી માનવ જાત બનાવી છે.
હવા, પાણી, તેજ અને અનાજની કરી કેવી
અનોખી વ્યવસ્થા પછી જિંદગી બનાવી છે,
જીવ, જતું ,પશુ, પંખી એ બધા છે પૂરક
સાથે રહેવા માટે માણસાઈ બનાવી છે,
માનવતાની આ દુનિયામાં નવા નવા ખેલ
ખેલવા માણસે નવી નવી રમતો બનાવી છે,
ભગવાને બનાવેલી આ દુનિયામાં માણસે
ખુદને ભગવાનની આકૃતિ તરીકે બનાવી છે.