Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Katariya Priyanka

Drama

4  

Katariya Priyanka

Drama

લટાર મારી આવીએ

લટાર મારી આવીએ

1 min
286


પરવાઓનાં પોટલાં હેઠા મૂકી,

ચાલ દોસ્ત !, મનગમતી દુનિયામાં,

લટાર મારી આવીએ....


મારું મારું કરનારને નેવે મૂકી,

મનગમતા માહોલમાંથી,

સ્નેહની ઉઘરાણી કરી આવીએ....


નોકરી, પગાર, રાશન,અરે ! કેટલી ચિંતાઓ,

એમને ઘરે જ તાળું મારી,

ખુલ્લા આભ તળે ફરી આવીએ...


ગણતરીનાં શ્વાસોનું પેકેજ આપ્યું છે પ્રભુએ,

જવાબદારીનાં તાસમાંથી બંક મારી,

થોડુ પોતાના માટે જીવી આવીએ...


સુવિધાઓ ખરીદવામાં નિરાંત વેચાઈ ગઈ,

મોટાઈ બધી કોરે મૂકી, નિખાલસતાથી,

પ્રકૃતિનાં ખોળે નીંદર લઈ આવીએ...


જિંદગીની રાહમાં ખાડા ટેકરા તો આવશે જ !

દુઃખોને દીવાદાંડી માની,

નાનકડાં જીવતરની મોજ માણી આવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama