Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kiran piyush shah "kajal"

Classics

4  

Kiran piyush shah "kajal"

Classics

લોચન

લોચન

1 min
267


હરિ તારી 

પથ્થરની પ્રતિમાનાં

બંધ લોચન

છતાં નજર

ભીતર આરપાર ઉતરતી.


સ્વર મીઠો સાંભળી

નજર એ તરફ કરી

સાગર જેવા લોચન,

લાગ્યું જીવન ભર્યું,

ત્યાં કાળા કાચ હેઠળ

ખાલીપો દેખાયો.


નજર ઉતારી 

કાળું ટપકું કર્યું,

હાસ્ય વેરતી ઢીંગલીએ

કાખઘોડી લીધી

એ જોતાં

લોચનિયાં ભીનાં.


પ્રકૃતિ ખીલીને

વહેલી સવારે

પર્ણો પર 

ઓસ પથરાય 

જાણે ભીનાં લોચનિયાં 

પ્રકૃતિનાં.


Rate this content
Log in