Jashubhai Patel

Others


2  

Jashubhai Patel

Others


લઈને આવ

લઈને આવ

1 min 1.2K 1 min 1.2K

તું ભીની ભીની રાતો લઈને આવ 
તું થોડો વરસાદી નાતો લઈને આવ 

ભીંજાય પ્રેમમાં લથબથ રોજ એવી 
બીડાય લજામણીના છોડ જેવી 
સપ્તરંગી સ્નેહાળ વાતો લઈને આવ
તું ભીની ભીની રાતો લઈને આવ

કરી દે બાગ બાગ મુજ દિલને 
સજાવી દે અહીં રંગભરી મહેફીલને 
પવન એવો મસ્ત મદમાતો લઈને આવ 
તું ભીની ભીની રાતો લઈને આવ 

કરાવે મોજ, ને કરાવે ભરપુર મસ્તી  
નિહાળી જેને આવે હૈયામાં ભરતી 
પ્યારી પ્યારભરી, સોગાતો લઈને આવ
તું ભીની ભીની રાતો લઈને આવ 

રંગની ઉછળે છોળો ચોમેર ચમકતી 
લાગે જાણે 'જશ' દામિની દમકતી 
હસીન પ્યારી મુલાકાતો લઈને આવ 
તું ભીની ભીની રાતો લઈને આવ 

તું ભીની ભીની રાતો લઈને આવ 
તું થોડો વરસાદી નાતો લઈને આવ


Rate this content
Originality
Flow
Language
Cover Design