લેખક
લેખક
અવગુણોને લણી ચાલો ગુણોને વાવીએ,
મોઢુ હસતું રાખીને જીભે મીઠાશ લાવીએ,
કલમ કરમાં ગ્રહી નવું નવું કંઈક લખીએ,
સહુ વાચકને ગમે તેવા પ્રિય લેખક બનીએ,
ના કોઈના ગદ્યમાં કે પદ્યમાં ચોરી કરીએ,
આવે શબ્દ મગજમાં, કલમથી તે લખીએ,
ધીમે ધીમે વિષય બની જશે આગળ વધીએ,
હોય પંક્તિમાં કોઈ ભૂલ તો નિરાંતે વાંચીએ,
જ્યાં સુધારા - વધારા કરવા ઘટે તો કરીએ,
પછી જ પ્રિન્ટિંગ અથવા વેબસાઇટમાં આપીએ,
જ્યાં જ્યાં જે ચિહ્નો આવે તે પંક્તિમાં મૂકીએ,
થોડું ધ્યાન આપી ગુજરાતી વ્યાકરણ શીખીએ,
પછી ભૂલ પણ ન થાય આમ પ્રસિદ્ધિ પામીએ,
નિબંધ હોય કે કવિતા સુંદર લખતા રહીએ.