લાંબી સફર
લાંબી સફર
1 min
13.8K
લાંબી સફરનાં કાફલા આગળ વધી ગયાં,
સુની બનેલી રાહના અંતર પડી ગયાં.
વચ્ચે પડેલી વાગતી ઠોકર બચાવતાં,
અંતર ઉમળકે દોરતાં દાવા ઠરી ગયા.
મનની જગેલી ચેતના દાબી દબી નહીં,
પગલાં નિશાનો ખોજવા જીદે અડી ગયાં.
કોરણ ચડેલા વાયરે ડમરી ઉઠી નભે,
આંખે જમેલી ધૂળનાં ઝાળાં જમી ગયાં.
ઝડપી ઉતારે પ્હોંચવા રાખી લગન મગર,
રસ્તે પડેલી ગુંચમાં ભૂલાં પડી ગયાં.
ધુમ્મસ ધરેલી ચાદરે રસ્તા જડે નહીં,
માસૂમ સમયની ધૂળથી આંખો ભરી ગયાં.