લાગણીઓનો દરિયો
લાગણીઓનો દરિયો
અમે નથી આ છીછરા કિનારાના માનવી,
શોધો કરવી મઝધારે જઈને અવનવી,
કિનારાના છીછરા જળમાં રહેવું પણ કેમ ?
અમે તો મઝધારે મહાલતા મસ્તી માનવી,
મળે જો ક્યાંક લાગણીઓનો ઘુઘવતો દરિયો,
તો એ દરિયામાં ડૂબીને દુનિયા ભૂલતા માનવી.
અમે નથી આ છીછરા કિનારાના માનવી,
શોધો કરવી મઝધારે જઈને અવનવી,
કિનારાના છીછરા જળમાં રહેવું પણ કેમ ?
અમે તો મઝધારે મહાલતા મસ્તી માનવી,
મળે જો ક્યાંક લાગણીઓનો ઘુઘવતો દરિયો,
તો એ દરિયામાં ડૂબીને દુનિયા ભૂલતા માનવી.