Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deviben Vyas

Others

4  

Deviben Vyas

Others

લાગણી કળવાં

લાગણી કળવાં

1 min
254


લાગણી કળવાં ખરે, કૌશલ્ય ઉમદા જોઈએ,

લાગણી ધરવાં ખરે, કૌશલ્ય ઉમદા જોઈએ,


દિલ વલોવે, તો જ એ નવનીતને પામી શકે,

લાગણી રળવાં ખરે, કૌશલ્ય ઉમદા જોઈએ,


દિલ તણાં ઊંડાણમાંથી, જન્મ એનો તો થતો,

લાગણી ખળવાં ખરે, કૌશલ્ય ઉમદા જોઈએ,


ટેરવાના સ્પર્શથી, થાતી પ્રવાહિત એટલે,

લાગણી ઝરવાં ખરે, કૌશલ્ય ઉમદા જોઈએ,


હાથની મૂઠી કદી વાળી શકો છો નિશ્ચયે ?

લાગણી ભણવાં ખરે, કૌશલ્ય ઉમદા જોઈએ,


હો સમજદારી હૃદયમાં, પામવાની હામ હોય,

લાગણી મઢવાં ખરે, કૌશલ્ય ઉમદા જોઈએ,


હોય જો ઉદ્દાત હૈયું, વેંત ઊંચું સ્થાન હો,

લાગણી વરવાં ખરે, કૌશલ્ય ઉમદા જોઈએ.


Rate this content
Log in