લાભ પંચમી
લાભ પંચમી
આસોપાલવના તોરણો બાંધીએ,
રંગબેરંગી દીવડા ઝગમગાવીએ,
ઢોલ અને નગારાનો નાદ કરાવીને,
લાભ પંચમીની ઉજવણી કરીએ,
તન અને મનને પવિત્ર બનાવીએ,
નવા સપનાઓને સાકાર કરીએ,
શરણાઈઓના સૂરો રેલાવીને,
લાભ પંચમીની ઉજવણી કરીએ,
ગણપતિજીનું સ્થાપન કરીએ,
મહા લક્ષ્મીજીનું પૂજન કરીએ,
સફળતાના આશીર્વાદ મેળવીને,
લાભ પંચમીની ઉજવણી કરીએ,
નવા હિસાબોની શરુઆત કરીએ,
પ્રમાણિક બનવાનો સંકલ્પ કરીએ,
વેપાર ધંધાનો શુભ આરંભ કરીને,
લાભ પંચમીની ઉજવણી કરીએ,
દાન અને દક્ષિણનો ધોધ વહાવીએ,
દીન દુઃખિયાઓને મદદરૂપ બનીએ,
હિંદુત્વની જ્યોત પ્રગટાવીને "મુરલી",
લાભ પંચમીની ઉજવણી કરીએ.