ક્યારેક
ક્યારેક
આ ગઝલ લખતી હું પણ ફરિયાદમાં ક્યારેક તો,
કેમ ના આવ્યો ભલા વરસાદમાં ક્યારેક તો ?
સાંજ ઢળતી જાય છે ને રાહ હું જોયા કરું,
પાંપણો છલકાય છે ઉન્માદમાં ક્યારેક તો.
મૌન રહીને થાય છે પંખી ધણાં ઘાયલ સનમ,
પ્રેમની કર વાત તું સંવાદમાં ક્યારેક તો !
રાતભર જોયા કરું શમણાં હું તારા એટલે,
આવ સામે, જોઇએ ના યાદમાં ક્યારેક તો.
જિંદગીથી ખુશ છું તોયે સદા લાગ્યા કરે,
કો’ક ખેંચી જાય છે વિખવાદમાં ક્યારેક તો.