ક્યાંક કશુંક ખખડે
ક્યાંક કશુંક ખખડે
1 min
224
ક્યાંક કશુંક ખખડે, ને દિલ મારું ફફડે,
તારી યાદમાં જઈ અટકે, ને દિલ મારું તડપે,
રાતનો ઉજાગરો ખટકે, આંખોમાંથી અશ્રુ ટપકે
ક્યાંક કશુંક ખખડે, ને દિલ મારું ફફડે,
વિચારોના વહાણ ચાલે, દિલ સાગર ને ડહોળે,
એ છૂપાયેલું મોતી ખોળે, ને નિરાશામાં મન બોળે,
ક્યાંક કશુંક ખખડે, ને દિલ મારું ફફડે,
યાદોથી આંખો છલકે, ને હૃદય મારું ધડકે,
હવે સજાઈ છે તારી પ્રતિક્ષા, આંખોના શમણે
ક્યાંક કશુંક ખખડે, ને દિલ મારું ફફડે.