ક્યાં સુધી
ક્યાં સુધી
1 min
585
ક્યાં સુધી બંધ રાખુ આ હોઠ ?
શબ્દોનો ભાર હવે નથી સહેવાતો.
ક્યાં સુધી સાંધા મારું સંબંધ ને ?
અંતરનો તાર હવે નથી જોડાતો.
ક્યાં સુધી લાવું વાણીમાં મીઠાશ ?
મનનો ખાર હવે નથી ભૂંસાતો.
ક્યાં સુધી અજ્ઞાનના પડદા ખસેડુ ?
જ્ઞાનનો સાર હવે નથી દેખાતો.
ક્યાં સુધી ભૂત-પ્રેતમાં કરું વિશ્વાસ ?
માનવીનો માર હવે નથી સહેવાતો.
ક્યાં સુધી મોતનો રાખું હું ડર ?
જીવતરનો હાર હવે નથી પહેરતો.
ક્યાં સુધી કલમ પકડુ હું હાથમાં ?
કાવ્યનો હાર હવે નથી રચાતો.