કોને ખબર?
કોને ખબર?
1 min
175
*કોને ખબર?* ૨૨-૧૦-૨૦૨૪
ભાવિ ની ગર્ભમાં શું કોને ખબર?
વિચારેલું બધું રહી જાય છે,
ન જાણ્યું જાનકી નાથે
ક્ષણ પછી શું કોને ખબર?
ખોટાં કામો કરીને ભેગું કરેલું,
માણવા પણ રોકાઈ નથી શકતા
સેવેલાં સ્વપ્નો અધૂરાં રહી જાય છે
કાલ કાલમાં સઘળું છૂટી જાય છે.
ભાવના કરકસર કરી ભેગું કરેલું,
કેવાં માર્ગે વપરાશે કોને ખબર?
જીવતાં જીવ માણતાં શીખો
નહીંતો કઈ યોનીમાં જન્મ થશે
એ કોને ખબર છે?.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖