કોઈ સૂરજ જેવું મળે
કોઈ સૂરજ જેવું મળે
સૂરજના કિરણનો સ્પર્શ થયો
સૂરજમુખીની ભીતરની ભીનાશ
ઉત્સાહ બની ખીલી ઉઠી
જીવંત બની મહેકી ઉઠી
જીવનમાં પણ કોઈ આવું સૂરજ જેવું મળે
ભલે હોય દૂર પણ લાગણી અવિરત અનંત મળે
ઠરી ગયેલી થીજી ગયેલી લાગણીને
સાંત્વન આપી પાસે બેસનાર મળે
સૂતેલા સપનાને જાગૃત કરી
આશા અને ચેતનાનું અમૃતપાઈ
સપનાઓને આકાર કરે એવું કોઈ મળે.
સૂરજની જેમ દૂર રહીને પણ
સતત નિરંતર અવિરત ખબર પૂછનાર મળે
ઉત્સાહ ઉમંગ સ્ફૂર્તિનો ધોધ વહેવડાવી શકે
ધ્યેય પ્રત્યે જાગૃત કરી શકે એવું કોઈ મળે
બસ હૈયે વસી શકે હદયની ધરા પર
શ્રદ્ધાનું વાવેતર કરી શકે.
તૂટેલા વિશ્વાસને સાધી શકે
નિરાશ થયેલા હદયમાં
ફરી આશાનો સંચાર કરી શકે
મૃતપાય બનેલા સપનાઓમાં
પ્રાણ પૂરી શકે એવું કોઈ મળે.
